Megha Sisodiya   (Megha Sisodiya)
1.9k Followers · 38 Following

read more
Joined 14 May 2020


read more
Joined 14 May 2020
9 HOURS AGO

હોય ગરમાગરમ ભલે પણ હૈયે અર્પે ઠંડક એ ચા,
હોય સવાર કે બપોર ભલે થાકનો પૂર્ણવિરામ એ ચા..
હોય વ્યાપાર કે વ્હાલ સંગે અકબંધ સાથી એ ચા,
હોય ચાહત'ને ચા જો હરિફમાં તો હું જેને વરું એ ચા..

-


21 HOURS AGO

અગ્નિ ઝળતું આખુંય આભલું,
દેહ દઝાડતું પ્રચંડ પાતાળ..

જન જન શોધે શીત આસરો,
ભોમ લાગે હર પ્રહર કાળ...

નેસમાં પુરાયા નાદાન પંખીડાં,
આકુવ્યાકુળ સર્વ સકાળ..

ઝંખના ભ્રમરને પુષ્પ પામવાની,
પણ બિડાયાં ફૂલ દિન દુકાળ..

બદલાતાં આ વાત-વાયુ-વર્ષામાં,
ન જાણે પૃથ્વી લેશે કેવો આકાર..

ભેદ ખોલવો કેમ ઉષ્ણતાનો,
જ્યાં માનવે જ નોતર્યો વિકાળ..

-


19 MAY AT 19:44

કાષ્ઠ માને કે વળગ્યું છે હેત કેવું,
એ ઉધઈ જાણે સોના પરની મેખ નામે કાંસુ..

લોક જાણે આ કલયુગમાં કરે કેવું,
હોય અયોગ્ય પણ સતકર્મ નામે કંઈ ત્રાસું..

નફો મેળવવા મારે એ વલખાં,
પહોંચી વળે બધે બતાવી પોતાનું પ્રબળ પાસું..

તળબોળ ભિંજાવે હૈયું જે સાગરમાં,
પણ સૌ અજાણ કે આ 'વીશ' નામે 'બનાવટી આંસુ'..

-


18 MAY AT 14:52

કલ્પનાઓના કસબામાં તને કસકસીને બાંધુ છું,
હકીકતમાં તો હું ક્યાં દોર તાણું છું..

તણખલાં જેટલું ભાર તું સહે તો હું આભારી છું,
કેટલી છું ખમતીધર એય જાણું છું..

દેખાય ન નરી આંખે એવી પાંપણે પાળ બાંધુ છું,
બંધ નયનોનાં દરિયામાં ડૂબું છું..

હીબકાં ભરતાં કંઠે તને સ્વર કહેવા કેટલું મથું છું,
અધરમાં જ શબ્દોનો શ્વાસ રુંધુ છું..

મનની મેડીઓ પર ધૂળ જામતાં હું ખુદથી જ રૂઠું છું,
ખંખેરી રજ પછી મ્હેક સી પ્રસરું છું..

હું તો કલ્પનામાં જાણે અમથી જ વાછંટથી ભીંજુ છું,
વરસસે કે ન નહિ બસ એ જ અસમંજસમાં,
તુજ યાદોથી ઝઝૂમું છું...

-


16 MAY AT 21:00

નજારો મજાનો, આ જોવે છે દુનિયા,
હજારો ખજાનો, આ લૂંટે છે દુનિયા,

ઘૂંટીને દમ લાગણીના, મચીને મૂડી મહિં,
સજાવી બજારો, સંબંધ શોધે છે આ દુનિયા...

-


15 MAY AT 21:19

કરામત કરે છે કુદરત કંઈ કેવી,
હઠીલાંને અર્પે છે હળવાં,
અને મોજીલાને માથે મસ મોટાં વ્હાણ છે..

-


5 MAY AT 18:34


વાદળ ઘસ્યું કાજળ ધર્યું છે નયનોમાં,
એથી જ પાંપણોમાં દરિયા સમ ભાર છે..

વહી નદીઓ'ને તું સમજે ઝાંઝવાના જળ ભલે,
આ સમૃદ્ધ દરિયો પણ જાણે તુજ મન ખાર છે..

-


3 MAY AT 20:06

ફક્ત
' મારો અધિકાર ' શબ્દ
બોલવાના ડરમાં રહીને જ
એક સ્ત્રી
.
.
.
માત્ર ' ફરજદાર ' બનતી રહી...

-


2 MAY AT 21:39


મહેફિલ, મિજબાની અને મિજલસોને મોકૂફ રાખતી આ અમીધારા..
તન-મન તૃપ્ત થતું જ્યારે કલમ થકી સૂર સમ વહેતી આ શબ્દધારા..

-


29 APR AT 6:48

ઈશ્વરે સર્જી છે આ કેટલી જાહોજલાલી,
નાહકનો માનવ ભાગે સ્થાવળ-જંગમ વસ્તુ કાજે,
પુષ્પ, પાન, પર્વત,પવન,પ્રકૃતિમાં ઝૂમીને,
અંતે તો સઘરું ત્યજવું પામર જીવનના અસ્તુ કાજે..

-


Fetching Megha Sisodiya Quotes