આલિંગન આપી તું હવારૂપ વહી રહી...
સ્પર્શી લે મને,મને એમ તું કહી રહી...
બેબાકળો બની જ્યારે હું શોધું તને,
જોને તારી છબી કેવી,અહીં વહી રહી...
જિંદગીની ધૂપ દઝવાડતી મુજને,હાય!
આ લ્હાયને ચુમતી,તું છાવ બની રહી...
તુજ વિના એક ક્ષણ પણ કેમ વિતાવુ
તું મુજ હ્રદયમાં રક્ત મહીં વહી રહી...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)
-
કાંટાની વાડમાં ફસાયેલાં મારી સાડીનો એક છેડો,
નવી - નકોર ફાટી ન જાય તેથી કાઢતી હતી હું સાચવી..
ને;બીજો છેડો સ્પર્શી ગયો તને,
કોણ જાણે કેમ લાગ્યાં કરે છે મને,
એમ થવું અનાયાસે ગમ્યું તને!!!
🥰💞-
એય હું ખુશ છું...
(Read in caption)
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)-
તારી સ્પર્શના જોઈએ,સેથી ના સિંદૂર માટે...
તારી નજરું જોઇએ, આદપૂર્વક જીવા માટે..
તારી હુંફ જોઇએ, લાગણી ની સંભાળ માટે..
તારી ઓથ જોઇએ, ધ્યેય પ્રાપ્ત કરવા માટે..-
હું છુ...
મારી જોડે અંધારુ તો
ઠંડા પવનનો સ્પર્શ પણ છે.
એકલા ચાલવાની મજા સાથે સાથે
ખુદની સાથે વાતો કરવાની ખુશી પણ છે...
મને મળવાનો મસ્ત મોકો છે..
સાથે કાનના પડદે પડતું સંગીત પણ છે..
કોણ કહે છે રાતો સુમસામ છે..
ત્યા હજારો માણસો છે જે ખુદને કંઈક કહે છે
વંદના પરમાર
Insta/fbpage : jayviruquotes-
શબ્દ :- સ્પર્શ
મનનું દુ:ખ,
સ્પર્શે જો કાગળને,
કલમ રડે.
હોય જો ખુશી,
સ્પર્શે જો મનને, તો..
કાગળ હસે.
ઝાકળ બિંદુ,
સ્પર્શ થાય જો ધૂપ,
મૃત્યુને વરે.
માટીનું તન,
સ્પર્શ થાય જો મૃત્યુ,
માટીમાં ભળે.
અંત સમય,
સ્પર્શ હોય માતાનો,
પરમ શાંતિ.
જાગૃતિ કૈલા
(મોરબી )
-
તમે સ્ત્રીનાં શરીર સુધી તો પહોંચી શકો,
પણ સ્ત્રીનાં ''આત્મા'' સુઘી પહોંચવા
''કૃષ્ણ'' જ બનવું પડે....-
મારા શબ્દો ને તારી વાચા જોઈએ
મારી લાગણીઓ ને તારો સ્પર્શ જોઈએ
મારા ખ્વાબોં ને તારો સાથ જોઈએ
મારી યાદો ને એક તારી હૂંફ જોઈએ
મારી કલમ ને તારી દાદ જોઈએ
આ જિંદગી માં એક તું હમસફર જોઈએ....-
કંઇક એમ એણે મને સ્પર્શી હતી,
થીજેલી રહી હું તોય ઓગળતી હતી.-