QUOTES ON #વેદના

#વેદના quotes

Trending | Latest
26 APR 2020 AT 12:08

કવિ બનવું સહેલું નથી..!!
પહેલાં દિલ ઘાયલ થાય,
વેદના નું એક ડૂસકું ભરાય,
રક્ત પણ શબ્દરૂપી રચાય,
દર્દ જ્યારે કલમ માં સમાય,
ત્યારે જઇ ને કવિ બનાય..!!

-


2 OCT 2020 AT 1:35


ના ચીસ સાંભળી, ના ચિત્કાર સાંભળ્યો તે,
ઊંડાણથી કરેલો પોકાર સાંભળ્યો તે?

કણસ્યા કરી મદદની આશાકિરણ સહારે,
જો શાંત થઈ પડ્યું શબ ઉંહકાર સાંભળ્યો તે?

આઘાત પર તું ના દે આઘાત દિલને આવા,
ધરતી ઉપર થતો હાહાકાર સાંભળ્યો તે?

બ્હેરાશથી પીડાતા લોકો જરાક જાગો,
આ સ્વાર્થના સગાનો ધિક્કાર સાંભળ્યો તે?

મુદ્દા બનાવવામાં થોડી શરમ તો રાખો,
ઉપકારની ઉપર છે અપકાર સાંભળ્યો તે?

ભાળ્યો નથી છતાંયે છે હાજરી હમેંશા,
રણકે અવાજમા જે અહંકાર સાંભળ્યો તે?

અપરાધ,વાસનાનો ભોરીંગ લે છે ભરડો,
નાથ્યે જ થાય છુટકો હુંકાર સાંભળ્યો તે?

ફુંકે છે વાંસળી તો તું ચક્ર પણ ચલાવે,
આ સાદ દર્દનો છે ચિક્કાર સાંભળ્યો તે?

અદનો છું હું "ખલાસી" પણ સામનો કરીશું,
અન્યાય ની વિરુદ્ધ પડકાર સાંભળ્યો તે!

-


10 JUL 2019 AT 17:01

કાચું છે દિલ બહુ એવું માનતો થાવ છું ..

ઠંડો પડું ત્યાં વિચારતો જાવ છું ,
શું નાનકડી ચોટને હું મોટી કરતો જાવ છું ?

પતે દિવસ ત્યાં તો ભૂલી જાવ છું ,
ઘટેલી ઘટનાઓને ત્યાં જ છોડતો જાવ છું..

બીજે દિવસે પાછો તૈયાર થાવ છું ,
પણ સ્વાભિમાન ને સાચવતો જાવ છું ..

-



માઈક્રોફીકશન:-
*********

પાંત્રીસ વર્ષ ની છુટાછેડા લઈ ને માતા પિતા ના

ઘરમાં રહેતી. વંદના..

છેલ્લા પંદર વર્ષ થી મંદિર માં સેવા આપતાં પ્રવચન કર્યું ,

"માતા પિતા ની સેવા એજ ભગવાન ની સેવા"..

ને..., તેજ સમયે મોબાઈલ ની રીંગ વાગી..!

"ભુલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહીં"......

ને વંદના બાજુમાં જઈ ને બોલી, "હેલો".....

લકવાગ્રસ્ત માતા ની સેવા કરતી આયા બોલી,

મેમ "માજી માટે હજી જમવાનું ટિફિન નથી આવ્યું"...!!

-Bindu✍️
********




-


10 JUL 2019 AT 9:30

વિરહ ની મીઠી વેદના

સોળ શણગાર સજીને બેઠી સખી,
પિયુ મિલનની દિલમાં રાખી આશ !

સઘળાં કામ છોડી ને આવી સખી ,
ફકત એક ઝલક પામવા ની પ્યાસ !

વિરહની વેદના તું શું જાણે સખી ,
આ દિલની ધડકન સંગ દોડે છે શ્ચાસ !

ચમકતી ચાંદની ખીલી ઉઠી છે સખી,
પૂનમની રાત છે આજ નહીં કે અમાસ !

રાતરાણીના ફૂલો ખીલ્યાં છે અહીં સખી,
આજ  પિયુ મિલનનો છે મને વિશ્વાસ !

ડો.સેજલ દેસાઈ

-


18 APR 2019 AT 0:43

ઔપચારિકતાંના આગ્રહમાં બસ લાગણી શબ્દ જ્યાં બોલાણો
હિબકાના પ્રહારથી એ પળમાં ભંગાયો ને અશ્રુ સાગર છલકાણો


( બે સહકર્મચારીઓમાંથી એકની વિદાય વેળાએ વિદાય સમારંભમાં જ વિરહની કલ્પનામાં ભાંગી પડતાં બીજા મિત્રને જોઈ રચાયેલા દ્રશ્ય પ્રસંગને કાવ્ય પંક્તિઓમાં રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે ..

Please read full in Caption.... 👇👇👇 )

-


11 MAY 2021 AT 15:48

આક્રંદ હતું એ એકાંતનું કે તારી યાદોની ચીખ હતી..?
કદાચ ઘણા વખતથી દબાયેલી વેદનાની નવી રીત હતી...!

વળગણ હતું વિચારોનું કે તારી આહટ સમીપ હતી..?
કદાચ મૌનમાં પણ બૂમો પાડતી વ્યથા આકસ્મિક હતી..!

આદત હતી મારી કલમની કે રાતે કાયમ મંડાતી મિટ હતી..?
કદાચ તારા અભાવથી અંદરો અંદર ઘૂંટાતી મારી પ્રીત હતી..!

-


17 NOV 2021 AT 16:15

આંખો એ ધરી વેદના, ને હૈયું રિસાઈ ગયું,
આજ ફરી તારી વાટ જોઈ ને નજર થાકી,
ને કાજળ રેલાઈ ગયું........

સમય ની ધીરજ ખૂટી , ને તમસ ફેલાઈ ગયું,
આજ ફરી આશા ના કિરણો ઓઝલ થયા,
ને કાજળ રેલાઈ ગયું........

મન ના વહેમ તૂટ્યા, ને ધૂંધળું સૌ સાફ દેખાઈ ગયું,
આજ ફરી વિશ્વાસ નું મૂલ્ય શૂન્ય સાબિત થયું,
ને કાજળ રેલાઈ ગયું........

પગ થરથર ધ્રુજયા , ને મક્કમ મન ફંગોળાઈ ગયું,
આજ ફરી તારા નામનો મલકતો શૃંગાર કરમાઈ ગયો,
ને કાજળ રેલાઈ ગયું..........

શબ્દો ને લાગ્યો કાટ, ને મૌન અધરે રોકાઈ ગયું,
આજ ફરી ઉદાસી ના અસવારે એકલતા ઘેરી વળી,
ને કાજળ રેલાઈ ગયું........








-


10 SEP 2018 AT 21:05

શોધજે મને હૃદય પર હાથ મૂકી
જો યાદ આવું તો ,
વેદના અગર થાય તો સમજી લેજે
પ્રેમ હજુ બાકી છે હૈયા માં .

-


22 MAY 2020 AT 9:46

વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ

-