QUOTES ON #ભગવાન

#ભગવાન quotes

Trending | Latest
10 AUG 2018 AT 11:00

બાળકોના ખડખડાટ હાસ્યમાં ભગવાન
પ્રક્રુતિના રૌદ્ર સ્વરૂપમાં ક્રોધિત ભગવાન

ગરીબના ઉદર મહીં ટાઢક આપતો ભગવાન
અન્ય પ્રત્યેના નિસ્વાર્થ ભાવમાં ભગવાન

એક એક શ્વાસ,સુખની આશમાં ભગવાન
ન મુસ્લિમ ન હિંદુ માત્ર માણસાઇ જ ભગવાન

સ્તનપાન કરાવતી માંના સ્મિતમાં ભગવાન
નિરાકાર અવ્યાખ્યાયિત કણ કણમાં ભગવાન

પામવા હોય જો તો હ્રદયમાં જ છે ભગવાન
અલૌકિક જગતના દરેક જીવમાં છે ભગવાન

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

-


26 OCT 2020 AT 9:23

મનુષ્ય પર ઈશ્વરનો પ્રેમ

Caption માં વાંચો

-


12 SEP 2019 AT 15:05

સંપ્રદાયના વાડામાં વહેચાયા ભગવાન
ધર્મ ના ધુમાડે મૂંઝાયા ભગવાન....

શિવ અને સ્વામી ના નામે ભક્તો એ ભાગ પાડ્યા
હું કોણ એ વિચાર માં હવે અટવાયા ભગવાન...

-


9 MAY 2021 AT 9:32

લોહી નીકળીને દર્દ થાય તેને ' ધા ' કહેવાય છે,
બધું પોતાની સાથે ઉડાવી જાય તે વંટોળને ' વા ' કહેવાય છે,
અને જે આવેલા મોતને પણ સાડીના છેડે બાંધીને રોકી શકે
તે ધરતી પરના ભગવાન ને જ ' માઁ ' કહેવાય છે.

-


8 AUG 2018 AT 13:40

અંતર મન માં પ્રગટ રૂપે છે તે
શરીર માં વાયુ રૂપી શ્વસી રહ્યા તે

મુસીબત માં અદ્રશ્ય રૂપે સહાય કરે તે
આંસૂ ના પ્રતિબિંબ માં જેની ઝલક દેખાય તે

સમીર , અનલ , સલીલ , તૃષા માં વિરાજમાન તે
વિરાટ એવા અસ્તિત્વ ને ધારણ કરે તે

ડગલે ને પગલે માર્ગદર્શક બને તે
આ ધરતી પર માતા પિતા ના અવતાર માં તે

જેની વ્યાખ્યા વ્યાપક અર્થ માં શક્ય નથી તે
સ્થૂળ થી સૂક્ષ્મ , અણુ અણુ માં પ્રવર્તમાન એવા તે ।

-


9 MAY 2021 AT 9:50

પિતા જો ઘરનો આધારરૂપી "સ્તંભ" છે
તો માતા તો ઘરનો "શ્વાસ" છે
શ્વાસ લીધા વગર જો જીવન શક્ય ન હોય
તો માતાના નામે માત્ર એક દિવસ કેમ કરી શકું !!

-


2 OCT 2020 AT 9:06

ઉગતા તારા તિમિર મટયું,મટ્યા દુઃખ હજાર
આયખું આખું ભૂલું નહિ એવા દેજે જાજા જુહાર
🙏🌞જય આદિનારાયણ🌞🙏

-


8 AUG 2018 AT 13:09

રાહત ની થોડી પળો જેના ચરણો માં બધા દુખો ભુલાવી દે એ છે ભગવાન ,
જેના શરણ માં આવ્યા બાદ મન માં ના રહે કોઈ ખ્વાહિશ બાકી એ છે ભગવાન .

આંસુની અવિરત વહેતી નિર્મળ ધારા માં પણ મન ને આનંદ નો એહસાસ કરાવે એ છે ભગવાન ,
ના શબ્દો ની માયાજાળ ના બોલી ની પહેચાન વગર કહ્યે મન ની વાત જાણે એ છે ભગવાન .

સ્વૈરવિહારી મન પંથ ભૂલી ભટકે માયાજાળ માં ત્યારે રાહ જે બતાવે એ છે ભગવાન ,
કણ કણ માં રજ રજ માં કરુણા સ્તોત્ર બની વ્યાપે જેની મમતા એ છે ભગવાન .

-


16 JUN 2018 AT 11:35

કલમ લઈ ને નસીબ લખવા જઈએ,
ત્યારે અચૂક લીટીઓ ભૂંસાઈ જાય છે
આ આવડત તો ઉપરવાળા ની,
જેમાં નુકસાન પણ આપણું જ થાય છે
સીધા સાદા અક્ષરો ની,
છે આ એક હકીકત
આપણે તો માત્ર કઠપૂતળી એના હાથ ની,
ખરી રમત તો ઉપર બેઠા એ રમી જાય છે

©Devika parekh

-


30 OCT 2020 AT 18:27

અદા બદલે, ચહેરા બદલે....
આ તો માણસ છે... સાહેબ.
માનતા પૂરી ન થાય તો
ભગવાન પણ બદલે.

-