હવે કોઈને ઓળખવા કેમના
અહીં તો બધા જ કલાકાર લાગે છે...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)-
હે પ્રભૂ! તું પણ ખરો કલાકાર નિકળ્યો,
બનાવી દુનિયા તું ક્યાં ચાલી નિકળ્યો..-
દુનિયા એ જ છે અને એ જ રહેશે,
માણસ બદલાય છે અને બદલાતા રહેશે.
દિવસ એ જ રહેશે બસ રંગ રૂપ બદલાય છે,
મન એ જ રહેશે બસ વિચારો બદલાય છે.
દ્રષ્ટિ એ જ રહેશે બસ દ્રશ્ય બદલાય છે ,
વ્રુક્ષ એ જ રહેશે બસ પત્તા બદલાય છે .
રસ્તા એ જ રહેશે બસ રાહી બદલાય છે,
દર્દ એ જ રહેશે માત્ર દર્દી અહીં બદલાય છે.
ગીત એ જ રહેશે બસ સૂર અહીઁ બદલાય છે,
જીંદગી ના આ રંગમંચ પર પાત્ર એ જ રહેશે બસ કલાકાર બદલાય છે.-
આંસુઓ પણ ગજબના કલાકાર હોય છે,
જાહેરમા ડરપોકને એકાંતમાં ભારે અદાકાર હોય છે.-
જિંદગી જીવવી કલા છે
તુ એક કલાકાર બની જા
અરે..!! કયાય અટવાઈ જા
તો તું કલમકાર બની જા.. 🙏🏻-
દરેક ને કલાકાર થાવું પડે છે અહીંયા,
આંસુ છુપાવી હસવું પડે છે જ્યાં ...!!!-
કલાકાર એ નથી
જે કલા ને આકાર આપે
પણ કલાકાર તો એ છે
જે મનની લાગણીઓને સમજે,
જે રડતાને હસાવે,
જે ભુખ્યાને અન્ન આપે,
જે અંધની આંખ બને,
અને અબોલનો અવાજ બને
બસ એ જ સાચો કલાકાર.
©મોનિ
મોનિકા ગઢવાણા-
જિંદગી એક રચના છે,
તૂ રચનાકાર બની જા
જીવવું એ એક કલા છે,
બસ તૂ કલાકાર બની જા...-