QUOTES ON #YQBABAGUJJU

#yqbabagujju quotes

Trending | Latest
27 DEC 2017 AT 22:09

હા માનું છું આજે હું , કે હજી એના શોકમાં છું
કારણ જેટલો હું નથી મારામાં એટલો બીજા કોકમાં છું
✍❣

-


20 AUG 2018 AT 14:20

ડગલે ને પગલે છે એવી ફરીયાદ
કે રસ્તામાં ઘણાં પથ્થર આવે છે ;
જો પહોંચવું જ છે મંઝીલ સુધી તો ,
એને ખસેડવાનાં ઘણાં અવસર આવે છે .
✍❣

-


29 AUG 2018 AT 12:37

મંઝીલ નહીં તો કંઈ નહીં ,
બસ ત્યાં સુધીના રસ્તા મળે .

કારણ બની જશું એની ખુશીનું ;
જો માણસો કોઈ અમસ્તા મળે .

સ્મશાનને ગોતવા નીકળ્યો છું આજે ,
સાંભળ્યું છે ત્યાં આંસુ ખૂબ સસ્તા મળે .
✍❣

-


3 SEP 2018 AT 14:54

લગાડીને મોં પર એ જ માખણનાં પીંડા
આજે હું જરા વધારે રૂડો થઈ જઉં ,
શ્યામ, કૃષ્ણ, નારાયણ હવે નથી શોભતુ
ઇચ્છા છે ફરીથી જશોદાનો કાનુડો થઈ જઉં .
✍❣

-


30 AUG 2018 AT 8:07

લાગણીઓનાં આ મેળામાં , સપનાઓની દુકાન મળી છે ;
પ્રેમનું રમકડું ગમ્યું પણ , એની ગુણવત્તા ખૂબ નબળી છે .
✍❣

-


22 AUG 2018 AT 7:32

પ્રેમ છે આ દિલની એક સજા , બધાં જાણે છે ;
તેમ છતાં આ સજાને , બધાં દિલ દઈને માણે છે .
✍❣

-


22 AUG 2018 AT 14:24

મંઝીલ મળશે કે નહીં , એ ક્યાં ખબર છે
પણ પ્રયાસ કરી લેવો ;

મળે તો તો સારું , ન મળે તો'ય
પ્રવાસ કરી લેવો !

પ્રેમનાં સાચા ઝરણ , હોય છે ક્યાં બધાંના નસીબે
ઉતર્યાં જ છીએ જો આ રણમાં તો હરણનો ,
આભાસ કરી લેવો .
✍❣

-


19 AUG 2018 AT 7:54

તને યાદ કરું તો અનર્થ થઈ જાય ,
તને ભૂલી જાવ તો જીંદગી વ્યર્થ થઈ જાય .
✍❣

-


16 MAR 2019 AT 9:07

હું અહીં ને તહીં બસ એક તારી જ શોધ માં છું,
હું આખી કે અડધી પણ પૂરી તો તુજ માં જ છું.

-


8 SEP 2018 AT 13:59

લાશ તો તરી નહીં પણ આંસુ દરીયામાં ભળી ગયાં ,
અનન્ય લાગતાં મોતીઓને એનાં સરીખા મળી ગયાં .
✍❣

-