ઓ ઓ ઓ સૂર્યગ્રહણ,
સાવ આમ ખુશી ના હણ,
માંડ ટેવાયા છીએ મહામારીથી,
થોડું તો હવે બક્ષી દે તું પણ,
ભલે ના આપે તું ખુશી અપાર,
પણ દુઃખ ન આપીશ બે ચાર મણ,
નકામું થશે બદનામ 2020,
કેટલી આપત્તિઓ, તું જ ગણ,
ખમૈયા કરો આ માનવજાત પર,
નહિ બચ્યું હવે ખાવા ને કણ,
ઓ ઓ ઓ સૂર્યગ્રહણ,
સાવ આમ ખુશી ના હણ..!
-