QUOTES ON #GUJRATI

#gujrati quotes

Trending | Latest
23 DEC 2020 AT 14:07

ના નેણ જોયા, ના વેણ જોયા; ના પાડ્યો એણે રૂપથી ભંગ...
સ્વભાવથી જ પારખી ગયા, એ સાચો પ્રીતનો રંગ...!!
-janviii

-


24 JUN 2020 AT 10:42

મન જાણે એક તરતી હોડી,
વિચારોના વમળ માં દોડતી,

શ્વાસ કેરા વાગે હલેસા ને,
હાલક ડોલક થઈ ફરતી,

એકાદ વિચાર આવી કરે છેદ,
તો ધીમે ધીમે આખી ડૂબતી,

ખાલી છતાં વજનદાર રહેતી,
મનની હોડી ક્યાં ખાલી મળતી,

મન જાણે એક તરતી હોડી,
વિચારોના વમળ માં દોડતી..!

-


18 JUN 2017 AT 15:24

आज गलती करने पर पापा ने मुझपर हाथ नहीं उठाया ।




उनका 'राजा बेटा' अब 'बड़ा' हो गया है ॥

-


15 AUG 2020 AT 19:18

....

-


19 NOV 2018 AT 17:35

સ્મરણ તારું કરીને દિવસો વિતાવું છુ,
યાદ માં તારી અનમોલ જિંદગી ગુમાવું છુ.

-


15 MAR 2019 AT 10:37

નજર ઝૂકી ને સાંજ ઢળી જાણે
મન મહેકયું ને તમે આવ્યાં જાણે..!

નો' તો અવરોધ સ્વપ્નો ની લહેરો માં
અચાનક ઝબકી આવી તે ટાણે,
સવાર પડી ને તમે આવ્યાં જાણે..!

શૂન્યાવકાશ નાં આ ખાલીપા માં
ભટકતો તારો આવ્યો અજાણે,
ચમક ખીલી ને તમે આવ્યાં જાણે..!

ના માને મન તોય મનાવું પરાણે,
હાસ્ય ફરક્યું ને તમે આવ્યાં જાણે..!

-


1 MAY 2020 AT 19:29

ધન ગુજરાત ધરા...
જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં દેવો થી રક્ષાયેલ ગુજરાત ધરા.
કચ્છડે બેઠી મારી માં આશાપુરા.
દ્વારકામાં દ્વારકાધીશ શ્રી કૃષ્ણ.
સોમનાથમાં સોમનાથ મહાદેવ.
અંબાજીમાં અંબે.
બહુચરાજીમાં બહુચરાજી માતાજી.
પાવાગઢમાં મહાકાળી માતાજી.
પાટડીમાં માં શક્તિ.
ઉંચા કોટડામાં ચામુંડા માતાજી.
સાળંગપુરમાં હનુમાનજી દાદા.
અયાવેજ, રાજપરા, કાગવડ ખોડીયાર માતાજી.
ઊંઝામાં ઉમિયાજી માતાજી.
ભગુડામાં આઈ મોગલ.
મઢડામાં આઈ સોનબાઈ.
બગદાણા માં બાપાસિતારામ.
ગુજરાત દેવો અને વિરો વડે રક્ષયેલું સ્થાન છે.
ગુજરાત ના દેવ સ્થાન ખૂટે તેમ નથી છતાં એક નાનકડો પ્રયાસ....🙏

।।રૂદ્રરાજસિંહ જાડેજા કોટડા નાયાણી।।

-


27 DEC 2019 AT 3:41

ये जिंदगी भी कितनी अज़ीब है
राते कट नही रही और साल गुजरने को है

-


1 JUN 2020 AT 18:30

તરતા તો અમને આવડતું હતુ
મધદરિયા માં પણ
જાણ્યું ખોટા હતા
એની આંખો માં ડૂબી ગયા પછી

-


1 MAY 2021 AT 15:17

રંગીલું ગુજરાત મારું
રંગીલું ગુજરાત ને ગમતીલું ગુજરાત મારું,
કર્મ ભૂમી ગુજરાત મારી,જન્મ ભૂમી પણ ગુજરાત મારી,
જાતે મહેનત કરતું મારું મ્હેનતીલું ગુજરાત મારું,
હા મારું છે ગુજરાત આ વ્હલું ઘણું ગુજરાત મારું,
પ્યારુ છે ગુજરાત મારું, ન્યારું છે ગુજરાત,
મીઠડી ભાષા મારી, મીઠડો ટહુંકો મોર જેવો,
ગાંઠિયા, ભજીયા, ઢોકળામાં રંગ રચીલું ગુજરાત મારું,
વિવિધ વેશ, વિવિધ બોલી, તોયે ઐક્યતા કેવી,
ગરબા કરતું રાસ રમતું મોજીલું ગુજરાત મારું,
દેશ પરદેશમાં પણ મોજ કરાવે ગુજરાતી,
દેશ વીદેશમાં ઝળહળતું ગુજરાત મારું,
છે ભૂમી આ સંત તણી ને પાવન ઘણી,
સંસ્કારને છાલકાવતું છે એ સદાયે
ગૌરવ પુર્ણ ગુજરાત
મારું.

-