કુદરત તારી જાદુગરી
નિહાળું હરરોજ આસપાસમાં..
ઉગતા નિત સૂરજ માં..રાત્રી કેરા અંધકારમાં..
ચંદ્ર ને ટમટમતા તારલામાં..
ખળ ખળ વહેતા ને ઉછળતા ઝરણાંમાં
નદી ને સરોવરમાં..
વણથંભ્યે બદલાતી મોસમમાં..
છોડ વૃક્ષમાં ને ફૂટતી કુંપળ
ને ખીલતા હરએક પુષ્પમાં..
ગગન ઊંચે વિહરતા પંખીઓમાં..
ને ગર્ભમાં શ્વસતા બાળમાં..
દીઠો નહી જાદુગર એથી મોટો આસપાસમાં
તુ રૂઠે તો આવે કહેર
નહીં તો સૌને લીલા લહેર
કુદરત તારી જાદુગરી
નિહાળું હરરોજ આસપાસમાં...
@અર્શ_સાવંત-
કાચું છે દિલ બહુ એવું માનતો થાવ છું ..
ઠંડો પડું ત્યાં વિચારતો જાવ છું ,
શું નાનકડી ચોટને હું મોટી કરતો જાવ છું ?
પતે દિવસ ત્યાં તો ભૂલી જાવ છું ,
ઘટેલી ઘટનાઓને ત્યાં જ છોડતો જાવ છું..
બીજે દિવસે પાછો તૈયાર થાવ છું ,
પણ સ્વાભિમાન ને સાચવતો જાવ છું ..
-
કોણ છે અહીં ?
બંધાયેલ છે હર કોઈ
કોઈ કોઈના અંજાયેલા રૂપથી ,
તો કોઈ અંધશ્રદ્ધાના ધૂપથી .
કેદ છે બધા અહીં
કોઈ વંશજોના વિચારમાં ,
તો કોઈ બાળકોના ઉછેરમાં .
જીવી રહ્યા છે લોકો
વિચારી બીજાના પર્તિભાવે,
તો ક્યારેક સ્વીકૃતિ ના અભાવે .
લખી શકાયુ નથી
કામસૂત્ર પર આગળ હજુ ,
રાધા જોડે રાસ કરવાનું
પણ નથી આજે ગજુ-
સર્વશ્રેષ્ઠ "સ્ત્રી - નેતૃત્વ" ગુમાવ્યું છે ભારતે ,
માને છે બધા એમાં કોઈ "બેમત" નથી ..
નારાજગી વિના સત્ય કહી શકે "પ્રભુત્વ" સાથે ,
એવી બીજા કોઈના શબ્દોમાં હવે "કૌવત" નથી ..
દરેક દેશમાં પોહચી છે એમની "લડત્વ" ની સુગંધ
પાકિસ્તાન પણ એમાંથી "બાકાત " નથી ..
મુઠ્ઠી ઊંચેરું "વ્યક્તિત્વ" હતું એમનું બેશક ,
એમને વર્ણવાની તાકાત હવે "કુદરત" માં નથી ..-
પ્રીત બંધાણી છે તું જ થી રૂડી,
હ્રદય એ તારી પાછળ મૂકી છે ડોટ...
ચપળ કેહવાતું આ મનડું પણ,
જો ને ,તારા પ્રેમ માં બની ગયું છે ઠોઠ...-
ગરવી ગુજરાતના આજે સાઈઠ થયા
એમનેમ થોડા અમે કંઈ ટાઇટ થયા ?
(Read in caption )-
ફરી શરૂ થયી ગયી છે આ ભાગદોડ જિંદગી ની,
અને ફરી એક વાર માણસ હવે સ્વાર્થી બનશે.
પુરી કરવા એમના મન ની ખોટી લાલસાઓ,
કુદરત ના કરેલા સુંદર સર્જન ને હાણસે,
દૂષિત કરી પાણી પીવાનું ને રાહ વરસાદ ની જોશે,
પડશે દુષ્કાળ પાછું તો દોષ કુદરત ને જ દેશે,
માણવા સુખ સગવડો લીલા ઝાડ ને કાપશે,
પછી કંટાળી ગરમી થી ને એજ ઝાડ નો લીલો છાંયડો ગોતશે
છોડી ફેકટરીઓ માં ધુમાડા ને હવાને પ્રદુષિત કરશે,
પછી શુદ્ધ હવા માટે ઓક્સિજન ના બાટલા ગોતશે,
હવે તો સુધરી જા માનવી કુદરત પણ કનટાળ્યું છે,
ભૂલો તારી ને સજા અબુલ પશુ પક્ષી ભોગવે છે,
નહિતર ખેલસે કુદરત ફરી ખેલ મોત નો,
અને તું ખાલી બસ જોતો જ રહી જઈશ અને
બચાવવા તારું જીવ તું ઠોકરે ઠોકરે ભટકીશ..-