હવે મને આદત છે તારી
તું બોલે કે ના બોલે,
મને નીરખી ના જોવે,
તું હસે કે રોવે..,
બધામાં તું લાગે છે બહું સારી
કારણ કે.. હવે મને આદત છે તારી...
આમ તો ક્ષણ ના ચાલે તારા વિના..
આમ તો સવારના પડે તારા વિના...
જો નીરખું નહીં તારા નયન ને,
તો સાંજ ના પડે મારી...
લાગે હવે અધૂરી જિંદગી તુજ વિના..
કારણ કે.. હવે મને આદત છે તારી....
તારું નિખાલસપણું મને ગમતું...
તારા ગાલના ખાડામાં સ્મિત મારું રમતું...
તારા સપનાંમાં હવે મન મારું ભમતું...
હું દેહ ને તું જીવ મારો, તું પ્રાણ થી પણ પ્યારી...
બસ આમ, તું હવે મને આદત છે તારી....-
આક્રંદ હતું એ એકાંતનું કે તારી યાદોની ચીખ હતી..?
કદાચ ઘણા વખતથી દબાયેલી વેદનાની નવી રીત હતી...!
વળગણ હતું વિચારોનું કે તારી આહટ સમીપ હતી..?
કદાચ મૌનમાં પણ બૂમો પાડતી વ્યથા આકસ્મિક હતી..!
આદત હતી મારી કલમની કે રાતે કાયમ મંડાતી મિટ હતી..?
કદાચ તારા અભાવથી અંદરો અંદર ઘૂંટાતી મારી પ્રીત હતી..!-
તું મારી ચાહત હોય તો ભુલી શકાય
તું મારી આદત હોય તો બદલી શકાય
તું મારી લત હોય તો મુકી શકાય
પણ તું...
તું તો મારી જરુરત છો,
હવે તું જ કહે શું કરી શકાય??-
નેવે મૂકી મારા સ્વમાનનું પોટલું,
તારો પ્રેમ પામવા, હું તો નહિ આવું....!
ખંખેરી નાખી મારી ઇચ્છાઓનું ટોપલું,
આપણો સંબંધ બાંધવા, હું તો નહિ આવું..!
ભૂંસી નાખી મારા શમણાંઓ ના ચિત્રો,
તારી દુનિયા રંગવા, હું તો નહિ આવું..!
ઓસરી જઇ મારી આદતોની નાદાનીઓ,
માત્ર તારા પગલે ચાલવા, હું તો નહિ આવું..!
અળગી કરી દઈ ખુદ પોતાની જાતને,
આપણી કહાની રચવા, હું તો નહિ આવું...!
કાપી લઈ મારી આકાંક્ષાઓ ની પાંખો,
તારા સ્વાર્થની ઉડાન ભરવા, હું તો નહિ આવું..!
-
દિલ માં ગહેરા જખમ છે છુપાયેલા તેમ છતાં
આંખ ના આઁસુઓ ને પીવાની આદત છે મને
કહી ગયા હતાં મને સાથ રહેશે જીંદગીભર
તકદીર ના ભરોસે એકલાં રહેવાની આદત છે મને
ક્યારેક તો એ પણ પસ્તાવો કરશે જરૂર
ખરું કહું તો ભ્રમ માં જીવવાની હવે આદત છે મને
-
એમની નજર થી મળી નજર અમારી
એ નજરો માં વસવાની હતી આદત અમારી
એ નજરો ની હતી કોશિશ એવી કાંઈક
કે નામ અમે કરી આખી જીંદગી અમારી-
આદતથી તું મોડે આવશે,
આદતથી હું રાહ જોઇશ.
આદતથી તું ભૂલી જશે.
આદતથી હું બધું યાદ રાખીશ.-
મને અદાત નથી દરેક પર ફિદા થવાની,
પણ તારામાં વાત કઇંક એવી હતી કે
આ દીલ એ વિચારવાનો સમય જ ના આપ્યો!!-
એકલો માણસ ક્યારેય દુ:ખી નથી હોતો
દુ:ખી એ ત્યારે જ થાય છે જ્યારે એને કોઇ ના સાથ ની આદત પડી જાય છે-