22 MAY 2018 AT 11:02

થાય મને આ બેકાર સરકાર ઉથલાવી દઉ,
ગરીબી હટે નહીં ને ભણતર માં દમ નહીં,
થાય મને આ બેકાર સરકાર.....

વાતો નાં વડા થી કોઇના પેટ ભરાય નહીં,
ભણેલો ગણે નહીં ને સારા થી બોલાય નહીં,
થાય મને આ બેકાર સરકાર.....

સફેદ છે ડગલાં ને દાગ ત્યાં દેખાય નહીં
અભણ ચલાવે સરકાર એવું કૈં બોલાય નહીં,
થાય મને આ બેકાર સરકાર......

ચપરાશી કે અફસર બિન લાયક ભરાય નહીં,
આપણે સાઈઠે ઘરે ને એ નિવૃત્ત ગણાય નહીં,
થાય મને આ બેકાર સરકાર......

- Jitu Modh