Jitu Modh   (Jitu Modh)
1.9k Followers · 199 Following

read more
Joined 9 April 2018


read more
Joined 9 April 2018
17 JAN 2019 AT 7:35

બની આવ તું મસ્ત પતંગ,
ને હું ધારદાર માંજો,
આવ સાથે મળી જોડી બનીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!

હશે પવન નો જોર,
ને તારો થોડોક ઢીલો દોર,
સરસર આકાશે ચડીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!

કાપશું ખૂબ લાંબુ અંતર,
ને લપટાશે ક્યાંક વળી લંગર,
સાથે મળી ગૂંચૉ ઉકેલીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!

હશે વિશ્વાસ જ શ્વાસ,
ને નહીં ડગે આત્મવિશ્વાસ,
બસ પ્રેમ નાં સથવારે જીવીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!

-


21 JUN 2021 AT 6:54

વાંચી શકાય તો વાંચી લે, આંખોમાં ઉભરાતી લાગણી,
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે તને યાદ કરી કરી..

-


21 JUN 2021 AT 5:49

ભીંજાવું છું વરસાદના દરેક ટીપે આજે તારી યાદ માં,
કેમ કે,
મને ખબર છે તને ગમે છે ભીંજાવું ધોધમાર વરસાદમાં..

-


8 JUN 2021 AT 21:44

પ્રેમ ની પરાકાષ્ટા એ છું,
યાદો ના સહારે જીવી રહ્યો છું..!!

-


8 JUN 2021 AT 21:29

તપીશ ક્યાં ઓછી હતી મારા પ્રેમની,
મને મૂકી તું બીજે તો વરસી જ છે...!!

-


6 JUN 2021 AT 20:00

એ કેવો પ્રેમ છે...!!
નથી ભુલાતો ને નથી મળતો,
એ કેવી લાગણી છે...!!
નથી છીપતી ને નથી છલકાતી,
એ કેવું દર્દ છે...!!
નથી સહેવાતું ને નથી કહેવાતું,
એ કેવો સાથ છે...!!
નથી છૂટતો ને નથી હોતો,
એ કેવો સબંધ છે...!!
નથી મારો કે નથી પરાયો...

-


5 JUN 2021 AT 13:36

જ્યાં વિશ્વાસનો જ શ્વાસ રૂંધાયો હોય,
ત્યાં બિચારા પ્રેમ ની શુ વિસાત..!!
જ્યાં ડગલે ને પગલે મારી સોગંદ તૂટી હોય,
ત્યાં હવે વચન અને સબંધોની શુ ઔકાત..!!
જ્યાં શ્વાસે શ્વાસે જૂઠ અને દગો હોય,
ત્યાં હવે ભવિષ્યના શમણાં શુ જોવાય..!!
જ્યાં મારું ગર્વ અને સ્વમાન હણાયુ હોય,
ત્યાં એક પળ પણ શ્વાસ હવે શેને લેવાય..!!
જ્યાં જૂઠ જ સબંધનો આધાર હોય,
ત્યાં હવે એક ડગલું પણ મારાથી કેમ ભરાય..!!

-


29 MAY 2021 AT 10:14

कोशिश न करो कभी,
सभी को ख़ुश रखने की,
नाराज तो यहाँ कुछ लोग...
भगवान से भी हैं..!

-


28 MAY 2021 AT 11:36

જરૂર ત્યારે જ નથી હોતી,
જ્યારે જરૂરત પુરી થઈ ગઈ હોય!!
હજુય લોકો એમ સમજે છે,
મારા વિના એક પળ ચાલશે જ નહીં!!

-


28 MAY 2021 AT 11:32

દુઃખ તો ત્યારે થયું,
જ્યારે અરીસાએ પણ
મોં ફેરવી લીધું!!

-


Fetching Jitu Modh Quotes