Dhaval Poojara   (ધવલ પૂજારા)
134 Followers · 64 Following

23 । Morbi
Joined 14 September 2019


23 । Morbi
Joined 14 September 2019
2 JUL 2022 AT 14:28

દિકરા સાથે તકરાર થઇ ત્યારે ખબર પડી,
પિતાને સમજી શકાય નહીં, બન્યા વગર.

-


6 JUN 2022 AT 17:55

મહેફિલમાં દાદ બધાની ક્યાંય સુધી સંભળાતી રહી,
ચહેરો જરા ઉદાસ થયો, આપનું મૌન જોઈને.

-


28 MAY 2022 AT 14:05

સારા દિવસો માટે હું સતત આગળ વધ્યા કરું,
સ્મરણો થોડા શું વાગોળ્યા!,વિતેલી જીંદગી વધુ સારી લાગી.

-


2 MAY 2022 AT 15:10

મૌન છો છતાં શબ્દોને સમજું છું તમારા,
ચહેરાને નહીં પણ દિલને ઓળખું છું તમારા,
ખબર છે યત્નો નથી કરતા તમારી વ્યથા કોઈને કહેવાની,
હાસ્યની પાછળ છૂપાવેલા આંસુ ને ઓળખું છું તમારા.

-


29 JAN 2022 AT 13:39

એ જ કારણથી ઈશ્વર પર પ્રીતિ વધારે છે,
આપ્યું છે ઘણુંય સુખ ઝંખ્યા વગર.

- ધવલ પૂજારા "શ્વેત"— % &

-


24 JAN 2022 AT 14:27

સુખ આવે તો કંઈ ફરક નથી પડતો હવે,
અમને દુઃખોની મરમ્મત કરતા આવડી ગયું છે.

- ધવલ પૂજારા "શ્વેત"

-


22 JAN 2022 AT 10:10

દર્દ અમારું સઘળું પૂછવા બેઠા,
મૌન રહી શકાય તો સારું.

શબ્દોથી એ સતત બોલતા રહ્યા,
આંખોથી સમજી શકાય તો સારું.

બીજાને મનાવવામાં એટલા વ્યસ્ત રહ્યા,
જાત રીસાઈ ન જાય‌ તો સારું.

હકારમા એમને માથું હલાવ્યું કમને,
'હા' ની એ 'ના' સમજી શકાય તો સારું.

વિતાવ્યા છે દુઃખમાં દિવસો કંઈક એ રીતે,
સુખનો પરપોટો જીરવી શકાય તો સારું.

લખવું નથી મારે મોટા કવિઓની માફક,
દિલની વાત લખાય તો પણ સારું.

- ધવલ પુજારા "શ્વેત"

-


14 DEC 2021 AT 16:16

વેદનાઓ એમનામાં ઘણી છૂપાયેલી હોય છે,
જે "કંઈ નહીં" કહીને ચૂપ થઈ જતા હોય છે.

-


19 NOV 2021 AT 19:27

લાખ દુઃખો હોય છતાં બધા નબળો નથી પડતો,
આંસુ આવે છતાં એ રડી નથી શકતો,
છતાં એ પુરુષ હંમેશા હસતો રહે છે.

એકલા હાથે દુનિયા સાથે લડે છે,
લાગણીના બદલામાં ઉપેક્ષા મળે છે,
છતાં એ પુરુષ હંમેશા હસતો રહે છે.

સમય પહેલા જવાબદારીઓ ઉઠાવતો થઈ જાય છે,
યુવાનીનાં શોખોને પાછળ મૂકતો જાય છે,
છતાં એ પુરુષ હંમેશા હસતો રહે છે.

પરિવારના દુઃખોમાં એ સૌથી આગળ રહે છે,
પણ પોતાના દુઃખો એ સૌથી છુપાવતો રહે છે,
છતાં એ પુરુષ હંમેશા હસતો રહે છે.

સંતાનોના સ્વપ્ન પૂરા કરવા હંમેશા મથતો રહે છે,
પોતાની જાતને એ માટે સતત ઘસતો રહે છે,
છતાં એ પુરુષ હંમેશા હસતો રહે છે.

-


18 NOV 2021 AT 23:38

बस एक ही शिकायत करता रहा मैं ख़ुदा से,
क्यूं जरूरत से ज्यादा अच्छा बनाया मुझे ।

-


Fetching Dhaval Poojara Quotes