ચિંતન સ્વર
ચિંતકો કહે છે - વ્યક્તિ મહત્વની હોય તો ભૂલ ભૂલી જાઓ અને જો ભૂલ એટલી મહત્વની છે તો વ્યક્તિને ભૂલી જાઓ. બરાબર...માણસ કરે જ છે, એ સમજદાર છે. વીર પણ છે - ક્ષમા પણ આપી જાણે છે.
પરંતુ....
કોઈક વખત એ ઘડી આવે કે બે કાંટા ભેગા થાય ને બન્ને કાંટા એકસાથે દેખાય (અરે ..! જોવા ય પડે છે)...એમ માણસને પણ એ સમય આવે છે જ્યારે વ્યક્તિ અને ભૂલ બન્ને સાથે દેખાય છે, અસમંજસમાં પડેલ એ મનુજ નક્કી કરી નથી શકતો કે બેમાંથી પહેલા શું જોવું ?...ને જોત-જોતામાં એક કાંટો સરકી જાય છે...
સરકી ગયેલ કાંટો... વ્યક્તિ કે વસ્તુ(ભૂલ)..!!??... કેમ, ક્યાં, ક્યારે, કેવી રીતે વગેરેના જવાબ એને જાતે શોધવાના.!!..(આમ તો નસીબ જેવી એકાદ ચીજ તો ખરી !)...-
ચિંતન સ્વર
ઘણી વખત કોઈ સંબંધને પાકવા વર્ષોનો સમય નથી જોઈતો હોતો. સમયની ફળદ્રુપતા બહુ સારી હોય છે, ને સંબંધનું વૃક્ષ ઊગી નીકળે છે. ને પછી એની અનુભવોની ડાળીઓમાં ક્યાંક સ્મરણોના સુંદર માળા બંધાય છે, ને પક્ષીઓનાં કલરવ જેવી મધુરપ છલકાય છે. પછી તો વાર્તાલાપના ખટ્ટમીઠા ફળો આવતા થાય છે. હૂંફનો મીઠો છાંયડો ય મળતો થાય છે. તોફાન-આંધીઓનો સામનો ય શીખી જાય, કરે પણ ખરાં. પણ... (ક્યારેક...! ખબર નહિ કેમ.?!.) પરિસ્થિતિના અસહ્ય ઘા પડે છે. વૃક્ષ છેને !.. કરશે સહન, ને છેલ્લે કપાય પણ જશે. પણ... ઓલા મૂળિયાંનું શું ?......
કંઈક તો થતું હોવું જોઈએ..!!
સામાન્યત આવું જ બને છેને ?... કોઈ ઝાંખા પડી ગયેલા સંબંધમાં !?-
◆ માઇક્રોફિક્શન વાર્તા ◆
એક વાચક સરસ પુસ્તક વાંચી રહ્યો હતો. સુખી થવાનું, સફળતા મેળવવા, જીવનમર્મ સમજાવતું સુંદર ને સરસ પુસ્તક. સોળેક ચેપ્ટર તે વાંચી ચૂક્યો હતો, સત્તરમું પૂરું થયું અને પાનું પલટાવ્યું.
હવે, આ અઢારમાં ચેપ્ટર નું ટાઇટલ સામે આવતા એ પોતાને બોલી ઉઠ્યો..!...અરે..!... આજે સિગારેટ પીવાનું તો ભુલાય જ ગયું.!(અથવા કોઈપણ શારીરિક-માનસિક હાનિ પોહચાડતું વ્યસન ધારીલો) અને તેણે પાકિટમાંથી સિગારેટ કાઢીને જગાવી. એ ટાઈટલ હતું - "નશાની લતથી બચો"-
अब कहकशां में अंधेरा है तो है
लेकिन..
मिटाई जिसने तिशनगी
हमारे प्यार की...
वो अश्के का पानी किधर है..?!.-
શૂર શહીદી...શૂર શહીદી...
ભગવી પાઘ શિરે બાંધી
ભગત ભેટે શૂર શહીદી
ફિરંગી માટે ખીજ ઉરમાં ઉકળતી
સુખદેવને સાજે શૂર શહીદી
જવાં-દિલો કાજ દેશદાઝ ભણી
રાજગુરુ રાચે શૂર શહીદી
મૂલકની મમતા કાળજે ધબકતી
માંચડે ચડે શૂર શહીદી
મુખેથી ઇન્કલાબના નાદ પોકારી
શબ્દોમાં ઝરે શૂર શહીદી
યાદો એની, અંતરની આગ જલાવી
અશ્રુઓમાં વહે શૂર શહીદી
કેવી પાક્કી દેશભક્તિ ને યારી
સંગાથે મેળવે શૂર શહીદી
શૂર શહીદી... શૂર શહીદી...-
મારી અંદર ને તન ઉપર રહેલા,
રમુજી ને રમતિયાળ..
તેમ છતાં..
એક વ્યથિત નવજુવાનની..
વાતોની વમણામણ શરૂ થાય છે.-
चलो युह करे...
बिना बोले सब कह दे..
क्योकि..
कहि हुई बातें ज़ेहन में घूमती है
और टीस की तकरार होती है..
तो चलो अब युह करे...
बिन कहि बातों को गोर से सुने
जो कहती है किस्से अन-सुने
चलो कुछ युह करे...
कोई साथी मिले न मिले
मिले हुए अगर कर दे शिक़वे-गिले
बहेतर - हम एकेले ही चले..
तो चलो,अब कुछ युह करे
झरने से संगीत शिख ले
और पवन से बहना
दरिया की विशालता शिख ले
और नदी की नम्रता
मधुमख्खी की मिठाश शिख ले
और भंवरे का गुंजन
प्यार पनप जाएगा ऐसे ही
ऐ दोस्त..
प्रकृति का प्यार ही पा ले
हा, चलो युह करे ।-
ક્ષણ ની ક્ષણ પથરાય નિશાએ,
જાણે રાતું રાતી-ઘોળ
સાથે વિતેલી ભીનાશભરી પળો,
રહી ઝાકમ ઝોળ
આવી છે હવે પાનખર - એટલે,
બધું ખોરમ ખોર
ગુમનામ ચાલે એ ગુણીઓનું ગાડું,
સાવ લોલમ લોલ
વાયરો જો વા'ય વસંતનો ફરી,
તો થાય ફોરમ ફોર.
-