QUOTES ON #અંધશ્રદ્ધા

#અંધશ્રદ્ધા quotes

Trending | Latest
16 JUL 2018 AT 18:29

અંધશ્રદ્ધા ના આકાશ માં વિહરતી
બિલ્લી આડી ઉતરી કે ડરી ગઈ .
કેવો જશે દિવસ આજનો રહી એજ વિચારતી

અંધશ્રદ્ધા એક સમસ્યા સમાધાન કોષો દૂર
વિશ્વાસ જ્યારે તૂટી ને વિખેરાય
બતાવે અંધશ્રદ્ધા ત્યારે એનું નૂર

અંધશ્રદ્ધાળુ ના જીવન માં સઘળું માફ છે
આંધળા ની છે વસ્તી અહીં
અંધારા માં ભટકતો અધમરો સમાજ છે

દિનપ્રતિદિન વધતી જતી અંધશ્રદ્ધા વાસ
કેમ કરી રોકું એને વિસ્તરેલી છે એ ચોપાસ
અંધારા ને ચીરતી રોશની ની મને છે આસ

અંધશ્રધ્ધા ને તોડતા જ્ઞાન ની છે પ્યાસ
અનુકરણ છોડી ક્યારે આસ્થા જગાવશે સમાજ
કામયાબ થઈશું એક દી 'દિલ ને છે વિશ્વાસ

-


30 NOV 2018 AT 7:45

શ્રદ્ધા મહીં જ ક્યાંક વસે છે અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા મહીં જ ક્યાંક શ્રદ્ધા જીવે
ધર્મ પરમ્પરા ના નામ પર કામ તમામ કરે
પકડી છેડા એકમેક ના મન પર રાજ કરે

-


28 SEP 2020 AT 23:10

આંખો માં અંધ વિશ્વાસ ના પડદા લગાવી બેઠા
અને આમજ અમે ખુદ થી ખુદ ને ગુમાવી બેઠા...

-



कोइम्बतूर में बना
कोरोना देवी
का मंदिर।
(मां कोरोना भक्तो पर कृपा दृष्टि बनाए रखना)
🙏🙏🙏
ये धर्म नही ये धंधा है
यहां पढ़ा लिखा भी अंधा है
😁😁😁
🤦‍♂️🤦‍♂️

-


16 JUL 2018 AT 8:23


જે દેખી શકે એ જ અંધશ્રદ્ધામાં વિશ્વાસ
કરતો હોય બાકી "અંધને શ્રદ્ધા જ હોય.'

-


16 JUL 2018 AT 8:18

જ્યાં શ્રધ્ધા અપંગ બને ત્યાં અંધશ્રદ્ધા પગભર બની દોડે છે.

અંધશ્રદ્ધા જુગાર જેવી છે પહેલા જીત મળે પછી સઘળું હારી જઈએ.

લોકોની મજબૂરી અને લાગણીનો ફાયદો ઉઠાવી અંધશ્રદ્ધા જાહેરમાં 'શ્રદ્ધાના વસ્ત્રો' પહેરી બેફિકર ફરે છે.

આત્મશ્રદ્ધા જ અંધશ્રદ્ધા દૂર કરી શકે.

-


16 JUL 2018 AT 14:08

વૈજ્ઞાનિકો શોધે અવનવા ગ્રહો બ્રહ્માંડમાં;

‌એ જ ગ્રહો નડે છે લોકોને મારા દેશમાં.

(આખી ગઝલ મારી વૉલ પર છે.)

-


16 JUL 2018 AT 8:40

અંધશ્રદ્ધા..
આંખ હોય પણ નજર ન હોય
નજર હોય પણ દૃષ્ટિકોણ ન હોય
દૃષ્ટિકોણ હોય પણ હકારાત્મકતા ન હોય..
પછી જે 'વાંઝણી' જન્મે તે અંધશ્રદ્ધા જ હોય..

સ્વાર્થ થી શરુ થઈ, લુચ્ચાઈ થી ય
ઉપરવટ જઈ, લલચાવી-ફોસલાવી ને,
ભ્રમણામાં ભેરવે...
ઘાંચી ના બળદની પેઠે ગોળ-ગોળ ફરવું જ નિયતી કે પરિણતી છે જેની.....
.. અંધ શ્રદ્ધા.....

-


16 JUL 2018 AT 13:11

આજકાલ લોકો શ્રદ્ધા પર વિશ્વાસ રાખે છે એ કોઈ નવી વસ્તુ નથી, પણ આ યુગ માં જ્યાં સાચું છે ત્યાં ખોટું પણ છે.એટલે જ શ્રદ્ધા ની વાત આવે ત્યારે અંધશ્રદ્ધા પણ આવી જ જાય છે.અંધશ્રદ્ધા ને જન્મ આપનાર આપણે જ બધા છીયે.કોઈ નામથી, કોઈ જન્મ તારીખ થી તો કોઈ હાથ જોઈને ભવિષ્ય બતાવે છે એટલું જ નહીં કોઈક ધર્મ ને નામે તો કોઈ પૂર્વજો ના નામે એવી રીતે બોટલમાં ઉતારે છે કે માણસ નક્કી નથી કરી શકતો કે એ શું કરે?શ્રદ્ધા સાથે હોવા છતાં પણ એ અંધશ્રદ્ધા ને જ માન આપે છે.અને છેવટે આ માનવી ખુદ જ બીજા માનવી ના કહેવાથી અંધશ્રદ્ધા ના માર્ગ પર ચાલવા માંડે છે, અને તેમ છતાંય એ માનવી એમ કહે છે કે હું કોઈ ના કીધા મુજબ કંઈ નથી કરતો,હમેંશા મારા મનનું જ કરું છું!!શ્રદ્ધાને સ્થાન આપો,જે વાસ્તવ માં સાચું છે એને જોતા શીખો અને અંધશ્રદ્ધા વગર ની શ્રદ્ધા પણ રાખો...!!.✍

-


17 JUL 2018 AT 7:02

શ્રધ્ધા નો અતિરેક અંધશ્રદ્ધા બની જાય છે,
ઈશ પર ખ્વાહિશ નો ઢોળ અંધશ્રદ્ધા કહેવાય છે..
અંધ ભક્તિમાં જેવાંતેવાં પણ મોટા સંત બની જાય છે,
એ રાજપાટ માં આળૉટે ને ભક્ત લૂંટાઈ જાય છે..
મંદિરો સુવર્ણથી ને મક્બરા સંગેમરમરે સજાવાય છે,
ને રોટી,કપડાં, ઇલાજ ની અછતેં લાખો મરી જાય છે..
અહિં સારા સારા કામો માં શુકન અપશુકન દેખાય છે,
ને ખોટા કામો ને દગ઼ાબાજી કોઇપણ ઘડીએ થાય છે..
મંદિરે જો નાગ નીકળે તો દૂધની રેલમછેલ થઈ જાય છે,
ને ઘર કે ફળીયા માં ડોકાય તો લાકડીએ કૂટાય છે..
પથ્થરો ને મક્બરામાં પણ આસ્થા જોવા મળી જાય છે,
જ્યારે જીવતાં પ્રાણીઓ ની બલી-કુરબાની લેવાય છે..
'જીત' કહે નારી અહિં શક્તિ રૂપે પૂજાય છે, તોય,
વંશવેલા ની ઘેલછા માં ઠેર ઠેર ભૃણ હત્યા થાય છે..

-