તારી મારી વાત માં શબ્દો શુ કહી જાય,
તારી ખાલી મધુર મુસ્કાન જ મને બધુ સમજાવી જાય,
પ્રેમ છે કઇં થોડા શબ્દો માં થોડી બધુ કહેવાઈ ,
કોઈક વાર તારી આંખો માં પણ મને કંઈક દેખાય જાય ,
ચાલ માનું છું આંખો બધું ના સમજાવી જાય ,
પણ કોઈક વાર મૌન પણ તો ઘણું કહી જાય ,
શબ્દો ને કારણે વાતો માં પૂર્ણવિરામ થોડી લગાવાઇ ,
સાથે ચાલવું હોઈ તો વાતો માં તારી મારી પણ વાત થાય ,
રહી વાત તારા મૌન ની ,
તો હા કોઈક વાર તારા શબ્દો થી વધારે મીઠાશ ,
તારા મૌન માં દેખાઈ ,
પ્રેમ છે ગાંડી ,
નાની નાની વાતો માં આમ મોઢું થોડી ફુલવાઈ .
-